મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ પાસેથી પોલીસે જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ હેમંતભાઇ પાલા, રહે. વાવડીગામ, બજરંગ સોસાયટી, મોરબી વાળાને વર્લી ફીચરના આકડા લખી લખાવી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ. ૧૨૫૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.