મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિકના નીયમોના ભંગ કરતા રીક્ષા, બાઈક સહિતના વાહન ચાલકો પોલીસની નજરે ચઢ્યા હતા. અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ટ્રાફિક શાખા અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટાફ દ્વારા શુક્રવારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એમવીએ એકટનો ભંગ બદલ 17 કેસ કરીને રૂ. 15,500 પોલીસ દ્વારા વસુલ કરવામાં આવ્યા હતા. તેમજ એમવીએ એનસી એકટના ભંગ બદલ 72 કેસ કરીને રૂ. 35,600 નો દંડ અને આઈપીસી-279 કલમ હેઠળ 6 કેસ તેમજ આઈપીસી-283 કલમ હેઠળ 7 કેસ અને એમવીએ-185 કલમ હેઠળ 2 કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત, 16 વાહનો ટોઇંગ કરવામાં આવ્યા હતા અને આ તેમની પાસેથી રૂ.3200 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.