ચેકિંગ દરમિયાન 36 ઘર વપરાશ અને 1 વાડી વિસ્તારમ મળીને 37 જગ્યાએ વીજચોરી ઝડપાઇ હળવદ : હળવદ પંથકમાં આજે બેફામ વિજચોરીની ફરિયાદને પગલે 18 જેટલી વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને ઘર વપરાશ અને વાળી વિસ્તારના વીજ જોડાણનું ચેકિંગ કરતા કુલ 37 જગ્યાએ વીજચોરી ઝડપાઇ હતી.આથી વીજચોરી કરનારને કુલ .6.44 લાખનો દંડ ફટકાર્યો હતો.હળવદ પંથકમાં વીજ ચેકિંગ ટુકડીના ઓચિંતા દરોડાથી વિજચોરોમાં ફફળાટ મચી ગયો હતો. આ બનાવની હળવદ પીજીવીસીએલ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પંથકમાં વીજ ચોરી મોટાપાયે થતી હોવાની ફરિયાદને પગલે જુદીજુદી 18 જેટલી વીજ ચેકિંગ ટુંકીડીઓએ ઓચિંતા ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં ખાસ કરીને હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વીજ ચોરી થતી હોવાની ફરિયાદના આધારે 18 જેટલી વીજ ચેકિંગ ટિમો દ્વારા હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વપરાશ અને વાડી વિસ્તારમાં વીજ જોડાણનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ વિજતંત્રની 18 ચેકિંગ ટીમોએ હળવદ તાલુકાના 11 કેવી ઘાટીલા જ્યોતિગ્રામ હેઠળના ફીડરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં મિયાણી, જોગડ, અજિતગઢ, ટીકર સહિતના ગમ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરાયું હતું.સાથે જ 291 વીજ જોડાણ ચેક કરાયા હતા.જેમાં ઘર વપરાશના 285 અને વાડી વિસ્તારના 6 વીજ જોડાણનો સમાવેશ થાય છે.આ ચેકિંગ દરમિયાન 37 જગ્યાએ વીજચોરી ઝડપાઇ હતી.જેમાં 36 ઘર વપરાશ અને 1 વાડી વિસ્તારમાં વીજ ચોરી ઝડપાઇ હતી.આથી આ વીજચોરોને રૂ.6.46 લાખનો દંડ ફટકાવમાં આવ્યો હતો.