ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ફોન પર ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર : વાંકાનેરના બેલાની ખાણમાથી ભાગીદારીમાથી છુટા થઈ જવાથી ધંધાકીય બાબતનો ખાર રાખી ભાગીદારને ત્રણ શખ્સોએ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સામતભાઈ નગાભાઈ કરમુર (ઉ.વ.- ૩૭ ધંધો- બેલાની ખાણ રહે- ચંદ્રપુર ભાટીયા સોસા. જલારામ મંદિર પાછળની શેરી બટુકસિંહ જાડેજાના મકાનમા ભાડેથી તા.વાંકાનેર)એ આરોપીઓ પ્રફુલ્લભાઈ મશરીભાઈ કરમુર (રહે-હાલ-રાજકોટ, આજીડેમ ચોકડી પાસે), કરશનભાઈ નગાભાઈ કરમુર (રહે-કુવાડવા, સાગર મંડપ સર્વિસ પાસે, તા.જી.રાજ્કોટ) રાજેશભાઈ મશરીભાઈ કરમુર (રહે-હાલ-રાજકોટ, આજીડેમ ચોકડી પાસે) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ ના રોજ ફરીયાદી આરોપી સાથે બેલાની ખાણમાથી ભાગીદારીમાથી છુટા થઈ ગયેલ તે બાબતનો ધંધાકીય ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ફોન કરીને ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.