આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર આયોજિત કાર્યક્રમમાં વૈજ્ઞાનિક ડૉ. જે.જે. રાવલ અંધશ્રદ્ધા વિષય ઉપર ચોટેદાર વક્તવ્ય આપશે મોરબી : મોરબીમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વીસી હાઈસ્કૂલ ખાતે આવતીકાલે તા. 6 ના રોજ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. જે.જે. રાવલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈજ્ઞાનિક ડૉ. જે.જે. રાવલ અંધશ્રદ્ધા વિષય ઉપર ચોટેદાર વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં તમામ શાળાઓના વિદ્યાર્થીઓને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે કાર્યરત છે. ત્યારે તા. 6 ને શનિવારે સવારે 11 થી 4 દરમ્યાન વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જે. જે. રાવલ 'આપણાં જીવનમાં વિજ્ઞાનનું મહત્વ' એ વિષય પર વક્તવ્ય આપશે. સવારે 11 થી 1-30, તથા બપોરે 2-30 થી 4-30 અંધશ્રદ્ધા દુર કરવાનો કાર્યક્રમ બળવંતભાઈ ધામેચા રજુ કરશે. આ કાર્યક્રમ મધ્યસ્થ ખંડ (સેન્ટ્રલ હોલ) ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે યીજાશે. આથી, આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોરબી જિલ્લાની સરકારી, અર્ધ સરકારી તથા સ્વનિર્ભર તમામ શાળા કોલેજોના આચાર્ય, શિક્ષકમિત્રો તથા વ્હાલા વિધાર્થીઓને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.