મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે બે સ્થળે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે ગઈકાલે મોરબીના ગાંધીચોક સરકારી હોસ્પીટલના ગેઇટ પાસે જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા આરોપી ડાયાલાલ મોહનભાઇ પરમાર (ઉ.વ.૬૦) ને રોકડા રૂ. ૪૫૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ બીજા બનાવમાં એ ડિવીઝન પોલીસે ગઈકાલે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ રેલ્વે કોલોની પાસે વર્લી ફીચરના આકડા લખાવી હારજીત જુગાર રમતા આરોપીઓ યાકુબભાઇ સિકંદરભાઇ મેઘાણી (ઉ.વ.૩૨) અને સિંકદરભાઇ દાઉદભાઇ શેખ (ઉ.વ.૨૮) ને રોકડા રૂ.૧૧૧૭૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.