મોરબી : શાસ્ત્રના નિયમ પ્રમાણે હિન્દુ ધર્મમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. અને હિંદુ લોકો ખુબ જ આસ્થા સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે. એટલા માટે આ દિવસે પાર્થિવ લિંગ બનાવીને શિવ પૂજાનું વિશેષ પુણ્ય મળે છે. શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે. પાર્થિવ પૂજાનું મહત્વ :- પાર્થિવ પૂજાથી અકાળ મૃત્યુનું જોખમ દુર થાય છે. શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજા બધા લોકો કરી શકે છે, પછી તે પુરુષ હોય કે પછી સ્ત્રી. એ બધા જાણે છે કે શિવ કલ્યાણકારી છે. જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિસર પૂજા અર્ચના કરે છે, તે દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ કરે છે. શિવપુરાણમાં લખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજા તમામ દુઃખોને દુર કરીને તમામ મનોકામનાઓ પૂરી કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજા કરવામાં આવે તો આ લોક તથા પરલોકમાં પણ અખંડ શિવ ભક્તિ મળે છે. કેવી રીતે કરવી પાર્થિવ પૂજા :- પૂજા કરતા પહેલા પાર્થિવ લિંગ બનાવવી જોઈએ. તેના માટે માટી, ગાયનું છાણ, પંચામૃત ભેળવીને શિવલિંગ બનાવો. શિવલિંગ બનાવવામાં એ વાતનું ધ્યાન રાખો કે આ ૧૨ આંગળીથી ઉંચો ન હોય. તેનાથી વધુ ઊંચા હોવાથી પૂજાનું પુણ્ય મળતું નથી. મનોકામના પૂર્તિ માટે શિવલિંગને પ્રસાદ ધરાવવો જોઈએ. પાર્થિવ શિવલિંગ નો પ્રસાદ ગ્રહણ પણ કરી શકાય છે. નદી કે તળાવની માટીમાંથી બનાવો :- પાર્થિવ પૂજા કરતા પહેલા પાર્થિવ શિવલિંગ બનાવો. તે બનાવવા માટે કોઈ પવિત્ર નદી કે તળાવની માટી લો. પછી આ માટીને પુષ્પ ચંદન વગેરેથી સુગંધિત કરો. માટીમાં દૂધ ભેળવીને પવિત્ર કરો. પછી શિવ મંત્ર બોલતા આ માટીમાંથી શિવલિંગ બનાવવાની પ્રક્રિયા શરુ કરો. પાર્થિવ શિવલિંગ બનાવવા માટે પહેલા આ દેવોની પૂજા કરો :- શિવલિંગ બનાવ્યા પહેલા ગણેશજી, વિષ્ણુ ભગવાન, કુળદેવી માતા પાર્વતી વગેરેનું આહ્વાન કરવું જોઈએ. પછી શિવલિંગ નિર્માણ વિધિસર રીતે કરી ષોડશોપચાર કરવો જોઈએ. પાર્થિવ બનાવ્યા પછી તેણે પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરો. પાર્થિવ શિવલિંગ તમામ મનોકામનાઓ પૂરી કરે છે. સહકુટુંબ પાર્થિવ બનાવીને શાસ્ત્રવત વિધિથી પૂજા કરવાથી પરિવાર સુખી રહે છે. રોગથી પીડિત લોકો કરો મહામૃત્યુંજય મંત્રનાં જાપ :- પાર્થિવ સમક્ષ તમામ શિવ મંત્રોના જાપ કરી શકાય છે. રોગથી પીડિત લોકો મહામૃત્યુંજય મંત્રના જાપ પણ કરી શકે છે. દુર્ગાસપ્તશતીના મંત્રોના જાપ પણ કરી શકાય છે. પાર્થિવની વિધિસર પૂજા કર્યા પછી તેણે શ્રીરામ કથા પણ સંભળાવી પ્રસન્ન કરી શકાય છે પાર્થિવ પૂજનનું મહત્વ પાર્થિવ એટલે પૃથ્વી તત્વની પૂજા. પૃથ્વીની શુદ્ધતાનું પ્રમાણ બતાવે છે. પ્રથમ ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગની પૂજા કરી હતી. વિષ્ણુજી સહસ્ત્ર કમળના પુષ્પો ચડાવીને પૂજન કર્યું હતું. તથા પરમેશ્વર સનાતન અનંત કલ્યાણમાં પુરુષ પ્રકૃતિના સર્જનહારને પ્રસન્ન કરીને સુદર્શનચક્ર પ્રાપ્ત કર્યું હતું. પાર્થેશ્વરને બાણ લિંગ તરીકે પણ ઓળખાય છે. તેની પાછળ એક ઐતિહાસિક કથા આવે છે. મહાભારતના યુગમાં પહેલા બાણાસૂર નામનો પ્રતાપી રાજા થયા, તે બાણાસુર શિવજીના ભક્તોમાંનો એક હતો. તેમણે પરમ તત્વની પૂજા માટીના કોટિ શિવલિંગ બનાવીને કરી હતી. તેથી, બાણ લિંગ કહેવાયા છે. બાર જ્યોતિર્લીંગ માનું એક ઘુસ્મેશ્વર જ્યોતિર્લીંગ તેનું પ્રમાણ જાગૃત છે. માટીના પાર્થેશ્વર બનાવા અને તેની પૂજા કરવી ઘણી કઠિન છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ લંકાવિજય પહેલા રામેશ્વર મહાદેવની સ્થાપના સમુદ્રની માટીથી સુંદર શિવલિંગ બનાવી અને સ્વયં જ્યોતિર્લિંગ ભગવાન શિવ પ્રગટ થયા એટલેજ પાર્થેશ્વરની પૂજા દેવો અને દાનવોએ પણ કરી છે. દરેક ભક્તોએ પાર્થેશ્વરની પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરવી હિન્દુ ધર્મની રક્ષા બરાબર છે. શનિગ્રહ શાંત રહે છે... જે લોકોની રાશિમાં શનિ ભારે હોય છે. તે લોકોએ આ ખાસ દિવસે શિવ પૂજા કરવી જોઈએ. શમીપત્ર ચઢાવો. શમીપત્ર ચઢાવવાતી શનિ ગ્રહ શાંત રહે છે. સાથે જ સાઢેસાતી, મારકેશ તથાં અશુભ ગ્રહ ગોચર થતી હાનિ પહોંચતી નથી. જે લોકોની કુંડળીમાં નવગ્રહ દોષ હોય છે, તે દોષ શાંત થઈ જાય છે. નવગ્રહોના દોશ હોવાના કારણે જીવને અનેક મુશ્કેલીઓનો વધારો થાય છે. માનસિક અશાંતિ રહે છે. એવામાં લોકોને મહાશિવરાત્રિના દિવસે રૂદ્રાભિષેક કરવો જોઈએ. પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી મોરબીમાં કાશીના એક માત્ર વિદ્વાન) જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય, M.A. સંસ્કૃત ૯૪૨૬૯૭૩૮૧૯, શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5 વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી