મૂળ બિહારનો વતની યુવાન હોવાનું બહાર આવ્યું મોરબી : મોરબીના લાલપરી નજીક રેલવેના પાટા પાસેથી અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે એડી નોંધી અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ યુવાનની ઓળખ મેળવી લીધી છે. મૃતક યુવાન બિહારનો વતની હોવાનું તપાસમાં ખુલ્યું છે. મોરબીના લાલપર ગામ નજીક આવેલ કોરલ સિરામિક બાજુમાં રેલવે ટ્રેક પર ટ્રેન પાસે આશરે ૩૦ થી ૩૫ વર્ષના મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે એડી નોંધી હતી અને એએસઆઇ, એસ.આર.ચાવડાએ મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરતા ગણતરીની કલાકોમાં જ મૃતક યુવાનની ઓળખ મળી જવા પામી છે.રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન ઉપેન્દ્વસિંગ વિક્રમાસિંગ, ઉ.વ.-૩૧ રહે. હાલ-કોરલ વિટ્રિફાઇડ લાલપર જુના રફાળેશ્વર રોડ, તા.જી- મોરબી, મુળ રહે. શહબાજપુર પોસ્ટ, શહબાજપુર જીલ્લો - કેમુટ, રાજ્ય-બિહાર હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.