તાલુકા પોલીસે એડી નોંધી અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી મોરબી : મોરબીના લાલપરી નજીક રેલવેના પાટા પાસેથી અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે એડી નોંધી અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ એક અજાણ્યો પુરુષ લાલપરગમનજીક આવેલ કોરલ સિરામિક બાજુમાં રેલવે ટ્રેક પર ટ્રેન સાથે અકસ્માતે મરણ ગયેલ છે. જેની કોઈ ઓળખ થયેલ નથી મરણ જનાર ની ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ છે મરણ જનાર બહાર ના રાજ્યનો સિરામિકમાં કામ કરતો મજૂર હોવાનું અનુમાન છે તો આ બાબતે કાંઈ પણ જાણવા મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર (02822) 24259228 ઉપર અથવા તપાસ કરનાર એએસઆઇ, એસ.આર.ચાવડા મોબાઈલ નંબર 9879076130 ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.