લાખાણી પરિવાર (સમીર ટ્રેડર્સ)નાં હસ્તે થશે મુખ્ય પૂજન વિધિ વાંકાનેર : વાંકાનેરનાં જડેશ્વર માર્ગ પર આવેલ ફળેશ્વર મંદિર ખાતે તા. 8 ને સોમવારે સંત શિરોમણી જલારામ બાપાની 40 મી પુણ્યતિથીની ધાર્મિક વિધિ સભર ઉજવણી કરવામાં આવશે. મહા વદ દશમને સોમવારે સવારે પૂજ્ય જલારામ બાપાનું પૂજન અર્ચન વિધિ કરાશે. મુખ્ય પૂજન વિધિ બાબભાઈ લાખાણી, વિનુભાઈ લાખાણી મહેશભાઈ લાખાણી સહિત લાખાણી પરિવાર (સમીર ટ્રેડર્સ) નાં હસ્તે કરાશે. પૂજન વિધિ મેહુલ મહારાજ દ્વારા કરાવવામાં આવશે. મહાઆરતી તથા નિજ મંદિરને ફૂલોનો શણગાર કરાશે. તેમ ફળેશ્વર મંદિરનાં સંચાલક વિશાલ ભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.