મોરબી : મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ સોલોગ્રેસ સીરામીક કારખાનામાં મજૂરી કામ દરમિયાન પતરા ઉપરથી નીચે પટકાતા મજૂરનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતા અને મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ સોલોગ્રેસ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા ધનજીભાઇ છેલાભાઇ ભરવાડ (ઉ.વ.૨૫) નામનો શ્રમિક યુવાન ગઈકાલે તા.૩ ના રોજ સોલોગ્રેસ સીરામીકમાં મજૂરી કામ કરતો હતો. અને મજૂરી કામ કરતી વખતે પતરા ઉપરથી મજૂર નીચે પડી જતા તેમને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.