હળવદ : હળવદના જુના ધનાળા ગામ પાસે રેલ્વેના બ્રીજ નીચે બ્રામણી નદીમાં નાહવા પડ્યા બાદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ હળવદના જુના ધનાળા બ્રાહ્મણી નદીના પુલ પાસે રહેતા અને મૂળ નિયામતપુરા તા.અજીતમલ જી.ઓરૈયા યુ.પી ના વતની હરીસિંહ આદેશકુમાર કઠેરીયા (ઉ.વ.18) નામનો યુવાન ગઈકાલે તા.2 ના રોજ હળવદના જુના ધનાળા રેલ્વે બ્રીજ નીચે બ્રામણી નદીના પાણીમાં નાહવા પડ્યો હતો. પણ બ્રામણી નદીમાં નાહવા પડ્યા બાદ ઉંડા પાણીમાં ડુબી જતા આ યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.