મોરબી : મોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 1ના રોજ મોરબીના સો ઓરડી વિસ્તારમાં તરૂલતાબેન હમીરભાઇ ચાવડા (ઉ.વ. 23)એ તેના માતા પીતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર ઘરમાં પંખામાં દુપટો બાંધી ગળેફાસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે તેણીનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાન નથી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.