નગરપાલિકાની 7 વોર્ડની કુલ 28 બેઠકોમાંથી 24 બેઠક ભાજપના ખાતામાં : કોંગ્રેસના મૂળિયાં ખોદાઈ ગયા!!! વાંકાનેર : સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં ભાજપે ગુજરાત છે મક્કમ ભાજપ સાથે છે અડીખમ સૂત્ર આપ્યું હતું અને આ સૂત્ર મુજબ જ વાંકાનેર નગરપાલિકામાં મતદારો ભાજપ સાથે જ રહ્યા હતા અને ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને બે બેઠકનો ફાયદો મળવાની સાથે ફરી સત્તા સ્થાને બિરાજવામાં સફળતા મળી છે, જો કે અહીં પણ મોરબી નગરપાલિકાની જેમ જ કોંગ્રેસ ક્લીન સ્વીપ થવા પામી છે અને કોંગ્રેસના મૂળિયાં અહીંથી ઉખડી ગયા છે. વાંકાનેર નગરપાલિકા વર્ષોથી ભાજપનો અજેય ગઢ રહી છે અને સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં પણ ભાજપ સતા જાળવવામાં સફળ રહેવાની સાથે ગત ચૂંટણીની તુલનાએ બે બેઠકમાં વધારો કર્યો છે,વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી જંગમાં દરવખતે ભાજપ વોર્ડ નંબર-4માં એક પણ ઉમેદવારને મેદાનમાં ઉતારતું નથી અને આ વખતે પણ ભાજપે અહીં 24 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા જે તમામની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પટેલ દ્વારા આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નેતાઓની ટિકિટ કાપી નાખી હતી પરંતુ વાંકાનેરમાં ભાજપના જૂનાજોગી એવા જીતુ સોમાણીએ એનો પણ ઉકેલ શોધી કાઢી સૌથી મોટી ઉંમરના ઉમેદવાર તરીકે જીત મેળવી છે.જીતુ સોમાણીની સાથે -સાથે તેમના ભત્રીજાએ પણ વિજય વાવટા ફરકાવ્યા છે. વાંકાનેર પાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠક પૈકી 24 બેઠક ભાજપે અને 4 બેઠક બસપાએ કબ્જે કરી છે.વર્ષ 2015ની સામાન્ય ચૂંટણીમાં વાંકાનેર પાલિકામાં 28 બેઠક પૈકી 22 બેઠક ઉપર ભાજપ,4 બેઠક ઉપર બસપા,1 બેઠક ઉપર કોંગ્રે અને 1 બેઠક ઉપર એનસીપીએ જીત મેળવી હતી પરંતુ આ વખતે તો કોંગ્રેસ અહીં નામશેષ થી જવા પામી છે. વાંકાનેર પાલિકામાં વિજેતા બનેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. વોડૅ નં-1-દીવુબેન શામજીભાઇ ૫લાણી-ભારતીય જનતા પાર્ટી-1819-ચુંટાયેલ વોડૅ નં-1-મીરાબેન હસમુખભાઇ ભટ્ટી-ભારતીય જનતા પાર્ટી-1772-ચુંટાયેલ વોડૅ નં-1-કાંતીલાલ રાયમલભાઇ કુંઢીયા-ભારતીય જનતા પાર્ટી-1885-ચુંટાયેલ વોડૅ નં-1-શૈલેષભાઇ જયંતિભાઇ દલસાણીયા-ભારતીય જનતા પાર્ટી-1647-ચુંટાયેલ વોડૅ નં-2-કમળાબેન નરેન્દ્રભાઇ મકવાણા-ભારતીય જનતા પાર્ટી-1261-ચુંટાયેલ વોડૅ નં-2-લતાબેન શંકરભાઇ વિંજવાડીયા-ભારતીય જનતા પાર્ટી-1150-ચુંટાયેલ વોડૅ નં-2-પ્રઘ્યુમન ભૂ૫તભાઇ ૫ઢીયાર-ભારતીય જનતા પાર્ટી-1203-ચુંટાયેલ વોડૅ નં-2-વીસાભાઇ સાતાભાઇ માંડાણી-ભારતીય જનતા પાર્ટી-1142-ચુંટાયેલ વોડૅ નં-3-માલતીબેન વિનોદરાય ગોહેલ-ભારતીય જનતા પાર્ટી-1446-ચુંટાયેલ વોડૅ નં-3-કોકીલા કીર્તિકુમાર દોશી-ભારતીય જનતા પાર્ટી-1603 -ચુંટાયેલ વોડૅ નં-3-ઘમેન્દ્રસિંહ ગેલુભા જાડેજા-ભારતીય જનતા પાર્ટી-1710-ચુંટાયેલ વોડૅ નં-3-જીતેન્દ્રભાઇ કાંતીલાલ સોમાણી-ભારતીય જનતા પાર્ટી-1668-ચુંટાયેલ વોડૅ નં-4-સંગીતાબેન ઊતમભાઇ સોલંકી-બહુજન સમાજ પાર્ટી-1456-ચુંટાયેલ વોડૅ નં-4-રઝીયાબેન રહીમભાઇ ૫રમાર-બહુજન સમાજ પાર્ટી-1682-ચુંટાયેલ વોડૅ નં-4-જાકીરહુશેન મોહસીનભાઇ બ્લોચ-બહુજન સમાજ પાર્ટી-1895-ચુંટાયેલ વોડૅ નં-4-વીરાજ અનંતરાય મહેતા-બહુજન સમાજ પાર્ટી-1509-ચુંટાયેલ વોડૅ નં-5-ભાવનાબેન કનૈયાલાલ પાટડીયા-ભારતીય જનતા પાર્ટી-1677-ચુંટાયેલ વોડૅ નં-5-હેમાબેન ઘર્મેશભાઇ ત્રીવેદી-ભારતીય જનતા પાર્ટી-1536-ચુંટાયેલ વોડૅ નં-5-ભાવેશભાઇ ભોગીલાલ શાહ-ભારતીય જનતા પાર્ટી-1630-ચુંટાયેલ વોડૅ નં-5-રાજ કેતનભાઇ સોમાણી-ભારતીય જનતા પાર્ટી-1626-ચુંટાયેલ વોડૅ નં-6-જશુબેન રમેશભાઇ જાદવ-ભારતીય જનતા પાર્ટી-1410-ચુંટાયેલ વોડૅ નં-6-જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ-ભારતીય જનતા પાર્ટી-1463-ચુંટાયેલ વોડૅ નં-6-બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા-ભારતીય જનતા પાર્ટી-1484-ચુંટાયેલ વોડૅ નં-6-સુનીલભાઇ મનસુખભાઇ મહેતા-ભારતીય જનતા પાર્ટી-1276-ચુંટાયેલ વોડૅ નં-7-જયશ્રીબેન ભરતકુમાર સુરેલા-ભારતીય જનતા પાર્ટી-1517-ચુંટાયેલ વોડૅ નં-7-રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ-ભારતીય જનતા પાર્ટી-1320-ચુંટાયેલ વોડૅ નં-7-રમેશભાઇ વશરામભાઇ વોરા-ભારતીય જનતા પાર્ટી-1471-ચુંટાયેલ વોડૅ નં-7-દેવાભાઇ રેવાભાઇ ગમારા-ભારતીય જનતા પાર્ટી -1526-ચુંટાયેલ