મોરબી : દેશભરમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સીન આપ્યા બાદ સામાન્ય નાગરિકોને રસી મુકાવાની શરુ થઇ ગઈ છે. હાલમાં સિનિયર સિટિઝન અને રોગ ધરાવતા લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે. ત્યારે મોરબી શહેરમાં આવેલ મોરબીની આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા સિનિયર સીટીઝન અને રોગગ્રસ્ત નાગરિકોની કોરોના વેક્સિનેશન પ્રક્રિયા અંગે લેખ રજૂ કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે. વરિષ્ઠ (૬૦+વર્ષ) અને ૪૫ થી ૫૯ વર્ષ (કોમેર્બેડિટી સાથે) નાગરિકો માટે સારા સમાચાર છે. કોરોના મહામારીથી દેશનું અને આપણું આર્થિક, સામાજિક અને માનસિક ઘણું નુકશાન થયેલ છે. અત્યારે કોરોના મહામારીને પહોંચી વળવા માટે સરકારનું આ પગલું વખાણવા લાયક છે. સરકારે વરિષ્ઠ (૬૦+વર્ષ) અને ૪૫ થી ૫૯ વર્ષ (કોમેર્બેડિટી સાથે) ના નાગરિકો માટે વેકસીનેશન પ્રોગ્રામ ચાલુ કરેલ છે. આ એક સરળ પ્રક્રિયા છે જેને ચાલો સમજીએ... ~ જે લોકોને વેકસીન અપાવવાની છે એ લોકો એ પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું હોય. - રજીસ્ટ્રેશન બે પદ્ધતિથી થાય છે. (1) ઓનલાઈન - સરકારની એપ્લિકેશન દ્વારા (2) ઓફ લાઇન - વેક્સીનેશન સેન્ટર પર (માહિતી કેન્દ્ર, આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ - મોરબી) > ૬૦+ વર્ષના વરિષ્ઠ નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા માટે ફોટો આઈ.ડી. પ્રૂફ ની જરૂર પડે છે. > ૪૫ થી ૬૦ વર્ષના (કોમેર્બેડિટી) વાળા નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા માટે ફોટો આઈ.ડી. પ્રૂફ અને જે તે બિમારીનું સરકાર માન્ય ડોકટરનું પ્રમાણપત્ર ફરજિયાત છે. (સરકારે ગાઈડ લાઇનમાં ૨૦ જેટલી બીમારીને કોમેર્બેડિટીમાં રાખેલ છે. અને એવા બીમારીવાળા લોકોને જ ગણતરીમાં લઈ શકાશે જેની ખાસ નોંધ લેવી.) > વેક્સિન આપવવા માટે આવતી વખતે ઓરિજિનલ ફોટો આઈ.ડી. પ્રૂફ, ૪૫ થી ૬૦ વર્ષ વાળા માટે ફોટો આઈ.ડી. પ્રૂફ અને સરકાર માન્ય ડોકટરનું બિમારીનું પ્રમાણપત્ર સાથે લાવવું. વધુ માહિતી માટે અને રસીકરણ માટે સંપર્ક કરો. માહિતી કેન્દ્ર, આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ - મોરબી. મો.નં: ૮૦૦૦૮ ૩૧૦૦૦