મોરબી : શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા દ્વારા અયોધ્યા રામમંદિરના નિર્માણ હેતુ દેશભરમાં ચલાવેલા નિધિ સમર્પણ અભિયાન પૂર્ણાહુતિના આરે છે. ત્યારે મોરબીના 8A નેશનલ હાઇવે પર આવેલ રિયલ ટ્રેડર્સના હિતેશભાઈ ગામી, આશિષભાઈ કાગથરા અને વિશાલભાઈ પટેલ દ્વારા રૂ. 51 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. આમ, રિયલ ટ્રેડર્સ દ્વારા રામમંદિર નિર્માણમાં આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે.