મોરબીમાં પ્લાયવુડની ફેકટરી ધરાવતા રાજેશભાઈ રુગનાથભાઈ વસિયાણી નામની વ્યક્તિ વાહનમાં તેમની ફેક્ટરીનો સામાન લઈ નગર દરવાજા તરફથી નીકળ્યાં હતા તે દરમિયાન તેમનો ફોન કોઈ રીતે નીચે પડી ગયો હતો જેનો ખ્યાલ તેઓને બાદમાં આવતા તેઓએ ફોન કરતા ફોન સામેથી 16 વર્ષના બાળક મહમદ આરીફ મુસ્તાક અહેમદ બ્લોચ નામનાને મળ્યો હતો જે બાદ તેમણે ફોન પર પોતાની પાસે હોવાનું જણાવી તેમની પાસેથી લઈ લેવા જણાવ્યું હતું અને મૂળ માલીક આવતા બાળકે મોબાઈલ ફોન કરી પ્રામાણિકતા દાખવી હતી.