રાજકોટથી કચ્છ જતી બસને નડ્યો અકસ્માત : સદનસીબે જાનહાની નહિ ટંકારા : રાજકોટથી કચ્છ તરફ જતી એસટી બસને ટંકારા ગામમાં મુખ્ય હાઇવે ઉપર અકસ્માત નડતા એસટી બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. જો કે, સદનસીબે બસ ચાલક કે કોઈ મુસાફરને કોઈ ગંભીર ઇજા થઇ ન હતી. આજે સવારના આઠ વાગ્યાના સુમારે રાજકોટથી કચ્છ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. ટંકારાના મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે આગળ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવતા એસટી ડાયવરે બ્રેક મારી હતી પરંતુ બસ કાબુ ન થતા ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ગંભીર ઇજાઓ ન થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.