તમામ બારાતીઓ પણ મતદાનની ફરજ પુરી કરી બારતમાં શરીક થયા: મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના અંગત સામાજિક પ્રસંગોને થોડો સમય કોરાણે મૂકીને પણ નાગરિકો મતદાનની ફરજ નિભાવતા હોય છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ મતદાનના દિવસે આયોજિત થયેલા લગ્ન-શાદીના પ્રસંગોમાં વર-વધુ કે જાનૈયાઓએ સ્વપ્રસંગ પહેલા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીના ભાણેજ મોહસીનમીયા ગીગામીયા પીરઝાદાને ત્યાં શાદીનો જશ્ન આયોજિત થયો હતો. જેમાં નીકાહ પઢવા જતા પહેલા દુલ્હા સહિત સમગ્ર બરાતમાં સામેલ થનાર બારતીઓએ મતદાન મથકે જઇ મત આપ્યા બાદ જ બારાત રવાના કરી હતી.