ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગરમાં રહેતા ભાણજીભાઈ કાનાભાઈ વણોલ (ઉમર વર્ષ 80)ને બીમારી હોવા છતાં તેઓ મતદાન કરવાની ઇચ્છા ધરાવતા હતા. આથી, તેમના કુટુંબીજનો સાથે મતદાન મથકે પથારી સાથે યુટિલિટી વાહનમાં લઈ આવેલ હતા. અને ભાણજીભાઈએ મત આપી મતાધિકારનો ઉપયોગ કરેલ હતો. તેમણે લજાઈ-2ના ટંકારા તાલુકાના બંને ઉમેદવારોની હાજરીમાં મતદાન કરીને લોકશાહીના પર્વને દીપવ્યું છે. તેઓએ પોતાના વિસ્તારના સારા ભવિષ્ય માટે ઉમળકાભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે યુવા સશક્ત પરંતુ નિરુત્સાહ મતદારો માટે પ્રેરણાદાયી બનશે.