મોરબી: લોકશાહીની સ્વસ્થ પ્રણાલીમાં મતાધિકારનું વિશેષ મહત્વ છે. આજની ઘણીખરી યુવા પેઢીના મતદાતાઓ મતદાન કરવામાં ઘણીવાર આળસ કરતા હોય છે ત્યારે મોરબી જિલ્લામાંથી આ ચૂંટણી દરમ્યાન આયુષ્યની સદી ફટકારી ચુક્યા હોય એવા અસંખ્ય વરિષ્ઠ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યુવા મતદારોમાં જોશ જગાવી રહ્યા છે. વાઘપર પીલુડી ગામે વિદ્યામંદિર બુથમાં ખરા બપોરે 03:45 કલાકે 102 વર્ષની ઉંમરના સજનબા જાડેજાએ તેના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ ઉત્સવને દિપાવ્યો હતો.