મોરબી : મોરબીના ભરતનગર ગામે 90 વર્ષની ઉંમર ધરાવતા વજીબેન પાંચોટીયાએ હોંશભેર મતદાન કરી લોકશાહીના પર્વને દીપવ્યું છે. વજીબેનને આંખે ઝાંખું દેખાય છે. છતાં પણ તેઓએ પોતાના વિસ્તારના સારા ભવિષ્ય માટે ઉમળકાભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વજીબેને ઉત્સાહભેર કરેલું મતદાન યુવા મતદારો માટે પ્રેરણાદાયી બન્યું છે.