વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી જ તમામ મતદાન બુથો ઉપર પોલીસના બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો અને ધીમેધીમે મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવવા મતદાન બુથો ઉપર કતારો લગાવી રહ્યા છે.ત્યારે વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા 98 વર્ષના મરીયમબેને વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત હોવા છતાં તેમના પુત્ર જલાલભાઈની મદદથી ચાલીને મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમણે ઉત્સાહભેર મતદાન કર્યું હતું.લોકશાહીમાં અતૂટ વિશ્વસ ધરાવતા 98 વર્ષના મરીયમબેને મતદાનની પવિત્ર ફરજ નિભાવી દરેકને મતદારોને મતદાન કરવાનો મેસેજ આપ્યો હતો.