ભાજપના નારાજ થયેલા લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરે ભાજપને ટેકો જાહેર કરી પ્રચાર કાર્યમાં જોડાયા મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ચૂંટણીજંગમાં માળીયા તાલુકાના મોટા દહીંસરા બેઠક ઉપર ભાજપથી નારાજ થયેલા લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરે અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ ખરા સમયે જ ભાજપના ઉમેદવાર અસ્મિતાબેન ચિખલિયાને ટેકો જાહેર કરી ખભેખભા મિલાવી પ્રચારકાર્યમાં જોડાઈ જતા હવે ભાજપના અસ્મિતાબેનની જીત નિશ્ચિત મનાઈ રહી છે. મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં મોટા દહિંસરા જીલ્લા પંચાયત સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અસ્મીતાબેન કિશોરભાઈ ચીખલીયાના સમર્થનમાં અપક્ષ ઉમેદવાર લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી-માળીયા વિધાનસભાના પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય ગોપાલભાઈ સરડવા, બાબુભાઈ બાવરવા (ભાવપર), સુભાષભાઈ પડસુંબીયા વિગેરેની ઉપસ્થિતિમાં ભાજપને ટેકો જાહેર કરેલ છે. આ પ્રસંગે પ્રાણજીવનભાઈ કાવર એ જણાવેલ હતું કે 'હું ભાજપનો સમર્થક સૈનિક છું જેથી ભાજપને મારી વફાદારીમાં આંચ ન આવે તે હેતુથી ભાજપના સમર્પીત કાર્યકર્તા તરીકે ભાજપને નુકશાન થતું જણાતા આજે મારા સર્વે સમર્થકો અને ટેકેદારો સાથે ભાજપના ઉમેદવાર અસ્મીતાબેન ચિખલીયાને ટેકો જાહેર કરું છું અને ભાજપના સર્વે ઉમેદવારોના સમર્થનમાં કમળના નિશાન ઉપર મતદાન કરી વિજયી બનાવવા સર્વને વિનંતી પણ કરી હતી.