મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબીમાં સાયક્લો ફન-2021નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 7ના રોજ રવિવારે સ્વામી નારાયણ મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ ખાતે કરવામાં આવશે. આ આયોજન 5 કીમી, 10 કીમી અને 20 કીમી માટે છે. જેમાં ભાગ લેવા માંગતા લોકોએ તા. 3 સુધીમાં કવીન્સ કેક (વસંત પ્લોટ, શનાળા રોડ, સ્ટે વેલ જિમની બાજુમાં, મો. 93766 52362) ખાતે અથવા ગણેશ સિમેન્ટ (જીઆઇડીસી, મો. 92288 97372) ખાતે તથા અન્ય નિયત કરેલ સ્થળે કરાવી શકશે. સાયકલિંગ સ્પર્ધાના નિયમો 1. બેટરી ઓપરેટેડ સાયકલ ચાલશે નહિ. 2. 20, 10 અને 5 કિમીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનારને શિલ્ડ તથા સર્ટિફિકેટ આપવામાં આવશે. 3. ઇવેન્ટમાં ભાગ લેનાર દરેકને ટી-શર્ટ આપવામાં આવશે. 4. ઇવેન્ટમાં ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ આપવામાં આવશે. 5. કોઈપણ ઉમરના ભાઇઓ તથા બહેનો, બાળકો આ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. 6. 12 વર્ષથી નીચેની ઉમરના દરેક બાળકોને કોમ્પલીમેન્ટરી ગિફ્ટ આપવામાં આવશે. 7. સાઇક્લોફન રાઇડ દરમ્યાન કોઇપણ ઇજા પહોંચે તો આયોજક જવાબદાર રહેશે નહિં.