એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે બાળકો ધૂળ ઉપરાંત પેન્સિલ, રેતી કળીચૂનો, ચોક, કાગળ જેવી વસ્તુઓ ખાય છે, જેમાં બિલકુલ પોષણ હોતું નથી મોરબી: ઘૂંટણીયાભેર ચાલતા બાળકોથી લઈને 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોને અખાદ્ય એવા ચોક, ધૂળ-માટી, કાગળ, કળીચુનો, પેન્સિલ જેવી વસ્તુઓ ખાતા આપણે જોયા છે. આ હરકત પાછળ અમુક પરિબળો કામ કરે છે. મોરબીની અર્પણ બાળકોની હોસ્પિટલના ડોક્ટર જયદીપ પટેલ બાળકોમાં જોવા મળતી કુટેવ પાછળના કારણો અને ઉપાયો રજૂ કર્યા છે. ઉપરોક્ત વસ્તુઓ મોંમાં નાંખવા પાછળ અમુક કારણો હોય છે. જેમાં મુખ્યત્વે, ૧: બાળકોમાં પોષણની ખામી, મુખ્યત્વે લોહ તત્વની ખામી. ૨: બાળકોમાં કૃમિ. ૩: માતા-પિતા દ્વારા બાળકને ન અપાતો પૂરતો સમય અથવા પ્રેમ. ૪: બાળકનું એકલતાપણું. ૫: માનસિક તણાવ (સ્ટ્રેસ). ૬: બાળક પર કરવામાં આવતો ગુસ્સો કે સજા અને ૭: માનસિક રોગથી પીડાતા મંદબુદ્ધિના બાળકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. ઉપરોક્ત કારણો જાણ્યા બાદ હવે જાણીએ તે સમસ્યા દૂર કરવાના ઉપાયઃ ૧: ડોક્ટરની સલાહ મુજબ બાળકના ખોરાકમાં ફેરફાર કરવો. ૨: ડોક્ટરની સલાહ મુજબ બાળકને લોહતત્વ અને કેલ્શિયમની દવાઓ આપવી. ૩: જરૂર લાગે તો કૃમિનાશક દવાઓ આપવી. ૪: બાળકને પૂરતો સમય અને પ્રેમ આપો. ૫: બાળક પર ગુસ્સો ન કરવો કે સજા ન આપવી. -ડોક્ટર જયદીપ પટેલ અર્પણ બાળકોની હોસ્પિટલ એપલ હોસ્પિટલ વાળી શેરી શનાળા રોડ મોરબી ફૉન. ૦૨૮૨૨-૨૨૬૭૦૦. ૦૨૮૨૨-૩૫૫૨૬૬.