મોરબી : માળીયા મીયાણા અને હળવદમાં પોલીસે વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આ બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની માળીયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયા નજીક વાગડીયા ઝાપા પોસ્ટ ઓફીસ પાસે જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમતા આરોપી ફતેમામદભાઇ તાજમામદભાઈ જામ (ઉ.વ.૨૧ રહે-માળીયા મિં કોબા વિસ્તાર તા.માળીયા મીં) ને વરલી ફીચરના સાહિત્ય તથ તથા રોકડા રૂપીયા ૫૨૦ સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા બનાવમાં હળવદ પોલીસ સ્ટાફે હળવદના પંચમુખી ઢોરે મહાદેવના મંદીર પાછળ રસ્તા ઉપર જાહેરમા વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા આરોપી મામદભાઇ મુબારકભાઇ અબડા (ઉ.વ.૪૭ ધંધો. મજુરી રહે.હળવદ ભવાનીનગર ઢોરે ) ને કૂલ રૂ. ૨૪૨ ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.