વર્ષોથી વેદનાને વ્હાલ કરી શાંત કરવાનુ કામ કરતા ભૂતકોટડાના માંડવિયા પરીવારના છાયાબેનને પ્રચારની પણ જરૂર નથી ! ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની હરબટીયાળી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભૂતકોટડા ગામના હાડવૈદ પરિવારના છાયાબેન ઉર્ફે ઉર્મિલાબેન અરવિંદભાઈ માંડવિયાને જીવાપર હરબટીયાળી, ભુતકોટડા અને હરીપર ગામેથી સ્વયંભુ જન સમર્થન સાપડી રહ્યું છે. ટંકારાની હરબટીયાળી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે નહી પરંતુ છેલ્લી પાંચ પેઢીથી સમગ્ર રાજ્યમા હાડવૈદ તરીકે સેવા કાર્ય કરી ભાંગતોડ, અસ્થિભંગના કેસોમા વગર એકસ-રેએ માત્ર આંગળીના ઈલાજથી નિદાન કરતા અને બરાડા પાડીને આવતા દર્દીના દર્દ ને શાંતિ કરી દુઃખી દર્દીને આશ્વાસન અને મિઠી વાણીથી અંતરાત્માને ઠંડક અપાવતા આ પરિવારને લોકો તરફથી જીતનું વચન આપવામાં આવી રહ્યુ છે. ભૂતકોટડા ગામના આ સેવાભાવી માંડવિયા પરિવારના મોભી ભીમજીભાઈની વાતોને જીવનમાં વણી લઈ માનવસેવાના ઉતમ કાર્યને પોપટબાપાએ આગળ ઘપાવ્યા બાદ અત્યારે અરવિંદભાઈ તથા વસંતભાઈ આગળ ધપાવે છે. મોરના ઈંડા ચિતરવા ન પડે એ ઉક્તિ મુજબ પૈતૃક વારસાને મંગલદિપ અને મિલનભાઈ પ્રજ્વલિત રાખી માનવસેવા ઉપરાંત અન્નક્ષેત્ર અને અબોલજીવ માટે પણ સેવાકાર્યો કરી રહ્યા છે. દર્દી દેવો માટે બપોરનો સમય હોય તો પેટની જઠરાગ્નિ ઠારવા અને ચા પાણીની વ્યવસ્થા ઉપરાંત વટે મારગુને વિશ્રામની વ્યવસ્થા પણ આ પરિવાર કરે છે અને એથી વિશેષ તો ગરીબ અને જરૂરીયાતમંદ લોકોના પોતિકા બની ડાબા હાથને ખબર ન પડે એમ ખનખનિયા આપી દરેક વ્યક્તિના દિલ જીત્યા છે ત્યારે આ સેવાભાવી પરિવારના અરવિંદભાઇના પત્નીને ભાજપે ટિકિટ આપતા મતદારોમાં રીતસરનો એક તરફી જુવાળ જોવા મળે છે અને પોતાના ઘરે જ ચુંટણી છે એવી વાતો ચોતરફ ચર્ચાઈ રહી છે નાનેરા ભાઈ વસંતભાઈ હોય કે મંગલદિપ કે મિલન માંડવિયા પરીવારનો કોઈ સભ્ય જ્યારે પણ ડેલીએ દર્દી દસ્તક આપે ત્યારે મોધેરા મહેમાનને અપાતો મિઠો આવકાર આપે છે ત્યારે હરબટિયાળી બેઠક ઉપર આવા સેવાભાવી પરિવારના છાયાબેનની જીત નિશ્ચિત મનાઈ રહી છે.