મોરબી જિલ્લામાં જુદી-જુદી ગંભીર બીમારી ધરાવતા 4000 નાગરિકોને રસીકરણમાં પ્રાથમિકતા મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વોરિયર્સને રસીકરણ તબક્કો પૂર્ણતાને આરે છે ત્યારે સરકાર દ્વારા હવે આગામી તા.1 માર્ચથી 60 વર્ષ વટાવી ચૂકેલા અને ગંભીર બીમારી ધરાવતા નાગરિકો માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજે તમામ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ યોજી આગામી તા.1 માર્ચને સોમવારથી 60 વર્ષ વટાવી ચૂકેલા સિનિયર સીટીઝન અને ગંભીર બીમારી ધરાવતા નાગરિકો માટે કોરોના રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે, મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં જુદી-જુદી બીમારી ધરાવતા 4000 કો-મોર્બિડ નાગરિકો છે અને 50 વર્ષ વટાવી ચૂકેલા 2 લાખ જેટલા નાગરિકો છે ત્યારે સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ તબ્બકાવાર રસીકરણ હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.