ગત ચૂંટણીમાં સૌથી ઓછા મતે ભાજપે આ બેઠક ગુમાવી હતી: અનેક ડોકટરો તૈયાર કરનાર કુમાર કૈલાની કારી ફાવી જશે ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સૌથી ઓછા મતે જ્યા હાર્યા હતા તેવી ટંકારા બેઠક નંબર 2 ઉપર આ વખતે ભાજપે ઉચ્ચ શિક્ષિત અને સેવાભાવી સાફ છબી ધરાવતા કુમાર ના હુલામણા નામે ઓળખાતા એમબીએ થયેલા રમેશચંદ્ર બચુભાઇ કૈલાને મેદાને ઉતારતા ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. ટંકારા તાલુકા પંચાયતના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં આ વખતે નવાજુની થવાના સ્પષ્ટ એંધાણો મળી રહ્યા છે. ભાજપ દ્વારા ચોક્કસ રણનીતિ બનાવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જેમાં તાલુકા પંચાયતની ટંકારા- 2 બેઠક માટે અહીંની સરકારી હોસ્પિટલ કવાટર્સમાં રહેતા અને શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા કુમાર એટલે કે રમેશચંદ્ર બચુભાઇ કૈલા ઉપર પસંદગી ઉતારવામાં આવી છે તેઓ સ્પેસેફિક યુનિવર્સીટીમાંથી એમબીએ થયેલા છે અને પ્રોફેસર તરીકે સેવા નિવૃત થયા છે. ટંકારા-2 બેઠકના ભાજપના ઉમેદવાર રમેશચંદ્ર કૈલા પહેલેથી જ સમાજ સેવા ક્ષેત્રે સંકળાયેલા છે, સમૂહલગ્ન સમિતિના કર્તા હર્તા હોવાની સાથે નવયુવાનોના શિક્ષણ અને ઘડતર માટે તેઓનું અનન્ય યોગદાન રહ્યું છે અને તેમને અનેક યુવાનોને માર્ગદર્શન પૂરું પાડી ડોકટરીનો અભ્યાસ કરવામાં મદદરૂપ નીવડ્યા છે. ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકા પંચાયતની તમામ બેઠકોની તુલનાએ ટંકારા-2 બેઠક ઉપર સૌથી વધુ એટલે કે 6 ઉમેદવારો મેદાને છે જેમાં પંજો, ઝાડું, ટ્રક, કીટલી અને ઘડા વચ્ચે કુમારભાઈનું કમળ સોળે કળાએ ખીલે તેવો કોલ મતદારો તરફથી તેમને મળી રહ્યો છે સાથે- સાથે કુમારની જીત માટે ટંકારાના ભાજપના સમર્પિત કાર્યકરોની ટીમ પણ ગ્રાસરૂટ લેવલનું ટીમવર્ક કરતા જોવા મળી રહી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે કોંગ્રેસનો ગઢ બની ગયેલ ટંકારા તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના વેવ વચ્ચે પણ ટંકારા-2 બેઠક ઉપર ભાજપ નજીવા તફાવતથી હાર્યું હતું.જો કે ટંકારાની શિક્ષિત અને સમજુ પ્રજા આ વખતે વિકાસની સાથે રહેવાની સાથે શિક્ષિત અને સમજસેવી કુમાર કૈલા નો સાથ આપવા પણ મતદારો સ્વયંભૂ મન બનાવી ચુક્યા છે જેથી આ વખતના ચૂંટણીજંગમાં ચોક્કસપણે ભાજપની પલડું ભારે બન્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.