કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ આયર્ન 50 ટકા વધારે : કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ઝીંક, પોટાશ અને ફાઈબર જેવા તત્વો બમણા પ્રમાણમાં ટંકારા : સામાન્ય રીતે, ડોકટરો રાત્રે ઘઉં ખાવાની ના પાડે છે. કેમ કે તે પચવામાં ભારે પડે છે પરંતુ હવે ડર રાખવાની જરૂર નથી. પરંતુ ઘઉંની આ નવી જાત રાત્રે પણ ખાઈ શકાય છે. તે હૃદય રોગ અટકાવવા માટે ઉપયોગી છે. બ્લડ પ્રેશર નોર્મલ કરે છે. કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. સામાન્ય ઘઉંનું ઉત્પાદન 1 એકર દીઠ 20થી 25 ક્વીન્ટલ થાય છે. જયારે કાળા ઘઉં 17થી 18 ક્વીન્ટલ થાય છે. તેથી, તેના ભાવ વધારે રહેશે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં તેની ખેતી થાય છે અને હવે ગુજરાતના ખેડુતોએ પણ કાળા ઘઉની ખેતી શરૂ કરી છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામના ખેડૂત મુકેશભાઈ આંબાભાઈ સીણોજીયા તથા ડાકા મનીષભાઈ અવચરભાઈ એ જણાવ્યું કે તેઓએ ગોંડલ શાપરથી 100 રૂપિયે કિલોના ભાવે બિયારણ લાવીને તેમના ખેતરમાં કાળા ઘઉં પાંચ વીઘા જમીન પર વાવેતર કરેલ છે. કાળા ઘઉં પર રિસર્ચ પંજાબના માહોલમાં નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોએ આઠ વર્ષના રિસર્ચ બાદ ઘઉની ત્રણ બ્લેક, પર્પલ, અને બ્લ રંગની જાત વિકસાવી છે અને તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ માનવ વપરાશ માટે મંજુરી આપ્યા બાદ ગુજરાતના અનેક ખેડુતોએ ચાલુ વર્ષમાં વાવેતર કર્યું છે. આ ઘઉં 15 દિવસ મોડા પાકતા હોવાથી પાણી વધારે જોઈએ છે. પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ સુધી 700 એકરમાં વાવેતર થયું છે. મોહાલીની નેશનલ એગ્રો ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ એ પેટન્ટ કરાવીને “નાબી' નામ આપ્યું છે. ઉંદર પર આ ઘઉંનો પ્રયોગ કર્યો છે અને જોવા મળ્યું છે કે રંગીન ઘઉં ખાતા ઉંદરોમાં વજન વધવાની શક્યતા ઓછી રહી હતી. ગયા વર્ષે હરિયાણા અને પંજાબમાં કાળા ઘઉની થોડી ખેતી કરવામાં આવી હતી. કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ગુણકારી એન્થોસાઈનીન ઉપરાંત કાળા ઘઉંમાં ઝીંક અને આયર્નનું પ્રમાણ વધારે ફેરફાર યુક્ત હોય છે. જાંબુ અને લૂબેરી જેવા કેટલાક ફળોની મદદથી કાળા ઘઉંના બીજ તૈયાર કરવામાં આવે છે. એન્થોસાઈનીન એક ખૂબ સારુ એંટીઓક્સીડેંટ છે, એ ઉપરાંત વિટામિન-ઈનો સારો સ્ત્રોત છે. કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ 50 ટકા વધારે આયર્ન છે. કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ઝીંક, પોટાશ અને ફાઈબર જેવા તત્વો બમણા પ્રમાણમાં હોય છે. ફોલિક એસિડ, સેલેનિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન, તાંબુ, પોટેશિયમ, ફાઇબર અને એમિનો એસિડ છે. આ ઘઉના ઉપયોગથી મોટાપો ઘટે છે. હૃદય રોગ અટકાવવા, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા, સારા કોલેસ્ટરોલનું સ્તર વધારવા, ડાયાબિટીસ અને કેન્સર સામે લડત આપવા તેમજ બાળકોમાં કુપોષણની માત્રા ઘટાડવા જેવા ગુણ તેમાં છે.