મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે વીસીપરા વિસ્તારમાં અવેક સ્મશાન રોડ ઉપર જુનીજેલ પાસે ખુલ્લામાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા ઉમરફારુકભાઇ હારૂનભાઇ માણેક, નિતેશભાઇ મનુભાઇ સાંતલપરા, ધનજીભાઇ નાનજીભાઇ મોરવાડીયાને રોકડા રૂપીયા ૨૨૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.