મોરબી : મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સ સગીરાનું અપહરણ કરી તેને ભગાડી ગયો હોવાનો બનાવ બન્યો હતો. મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને એલસીબીને બાતમી મળી હતી કે આ આરોપી સોનુ રૂમાલભાઈ ભાવસિંગ ડામોર ઉ.વ.25 તે સગીરા અને તેના બાળક સાથે ટંકારાના સરદારનગર પટેલ સોસાયટીમાં સરદાર સ્કૂલ પાસે રહે છે. જેના આધારે આરોપીને ત્યાંથી પકડી પાડી તેને રાજગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.