મોરબી : મોરબી-હળવદ રોડ ઉપર ઉંચી માડંલ ગામ નજીક આવેલ એકોર્ડ વિટ્રીફાઇડ સીરામીક કંપનીના ડાયરેક્ટર પાર્થભાઈ સૈદવાના આજે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિટ્રીફાઇડ સીરામીક કંપનીના ડાયરેક્ટર પાર્થભાઈ સૈદવાના આજે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવાના ભાગરૂપે આ સીરામીક ગ્રૂપ દ્વારા સંસ્કાર બ્લડ બૅંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 159 લોકોએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા સમગ્ર એકોર્ડ વિટ્રીફાઇડ સીરામીક ગ્રુપે ભારે જહેમત ઉઠાવી હતી.