રાત્રે 8 વાગ્યે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમા જાહેરસભા મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોરબી જિલ્લામાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં આવતીકાલે રવાપર ગામે બહુચરાજી માતાજીના મંદિર સામેના મેદાનમાં રાત્રે 8 કલાકે યુવાનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કાગથરા જનસભાને સંબોધન કરશે.