63 ઈંચની હાઈટ અને હિમાલયા બ્લડ લાઈનનો સત્યા રણશી રાજસ્થાનની હરીફાઈમાં ભાગ લેશે મોરબી : બીએમડબ્લ્યુ, ઓડી, ટેસ્લા જેવી ગાડીઓના આ જમાનામાં હજુ પણ અશ્વની બોલબાલા યથાવત છે,જાતવાન અશ્વો આજે પણ રૂપિયા 10 લાખથી લઈ 25 કે 50 લાખ સુધીની કિંમતે અશ્વ શોખીનો ખરીદી રહ્યા છે ત્યારે આવા જ એક અશ્વ 'સત્યા'ને ખરીદવા છે કે દુબઈના ખરીદદારે 25 લાખની ઓફર કરી છે પરંતુ અશ્વ માલિકે આ ઓફરને ઠુકરાવી દીધી છે. મોરબી જિલ્લાને અડીને આવેલ પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રાજવીર સ્ટડ ફાર્મ ધરાવતા યુવરાજસિંહ જાડેજા પોતાના અશ્વશોખને સંતોષવા રાજસ્થાન,પંજાબ સહિતના રાજ્યોમાંથી જાતવાન અશ્વોને શોધી લાવે છે તાજેતરમાં તેઓ રાજપ્રિન્સ નામનો અશ્વ ખરીદી લાવ્યા બાદ તેમના સ્ટડ ફાર્મમાં હાલમાં હિમાલયા બ્લડ લાઈનના સત્યા નામના મારવાડી અશ્વની હાલમાં બોલબાલા છે, 63 પલ્સ હાઈટ અને હજુ માત્ર બે જ દાંત હોવા છતાં આ અશ્વની કદ કાઠી એન અન્ય ગુણધર્મ ઉપર ખરો ઉતરતો હોય આ અશ્વને અશ્વ ચાહકો મોં માંગ્યા દામ આપવા તૈયાર થઇ રહ્યા છે. અશ્વ શોખીન યુવરાજસિંહ જાડેજાએ સત્યા નામના મારવાડી અશ્વને રાજસ્થાનના મહાવીરસિંહજી મંડાર પાસેથી ખરીદ્યો છે અને સત્યાના પિતા હિમાલયા એનિમલ ઓફ ઘી ઈયરનો ખિતાબ જીતી લાવવાની સાથે જોધપુર અને બાવતરા ચેમ્પિયન પણ રહી ચુક્યા છે. રાજવી સ્ટડ ફાર્મમાં આવ્યા બાદ રાજસ્થાનના સરવનસિંહે 21 લાખ અને દુબઈમાં એચબી સ્ટડ ફાર્મ ધરાવતા હેરિદાસે સત્યા માટે 25 લાખની ઓફર આપી હતી પરંતુ આ ઓફરને ઠુકરાવી દેવામાં આવી છે અને સત્યા આગામી રણશી રાજસ્થાનની હરીફાઈમાં ઉતારવા થનગની રહ્યો છે.