મોરબી : મોરબીના સરસ્વતી શિશુમંદિર – શકત શનાળાના પરિસરમાં આવેલ ભારતમાતા મંદિર અને બાવન શક્તિપીઠ સ્થાપનનું મહા સુદ-8ના રોજ એક વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બે દિવસિય અલગ-અલગ કાર્યક્રમ રાખેલ હતા. જેમાં દિનાંક ૨૦/૦૨/૨૦૨૧ ને શનિવારના રોજ સવારે ૦૮:૧૫ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ સંસ્થામાં દાન આપેલ તમામ દાતાઓનું સંમેલન હતું. દાતાઓના હાથે બાવન શક્તિપીઠની પુજાવિધિ કરાવવામાં આવી હતી. જેમાં અતિથિ તરીકે મોરબી માળીયા ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા તથા RSS મોરબી જિલ્લા સંઘચાલકશ્રી લલિતભાઈ ભાલોડીયા ઉપસ્થિત હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને વિદ્યાલયના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયાએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ દાતાઓ દ્વારા સંસ્કૃતિ દર્શન પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ દર્શન પ્રદર્શનીમાં કુલ પાંચ પ્રકારની પ્રદર્શની ગોઠવામાં આવી હતી. જેમાં તુલસીમાતાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનીક મહત્વ દર્શાવ્યું હતું અને તે માહિતી વિદ્યાર્થીઓ દ્વારા બધાને સમજાવામાં આવતી હતી. ત્યારબાદ પંચગવ્ય એટ્લે શું? પંચગવ્ય મહત્વ તથા ગાયમાતાનું આપણાં જીવનમાં મહત્વ શું? પંચગવ્યના ફાયદા વગેરે માહિતી વિદ્યાર્થીઓ દ્વારા બધાને સમજાવામાં આવતી હતી. ત્યારબાદ સામાન્ય નાગરિકોને પણ અખંડ ભારતનો પરિચય થાય તે હેતુથી ચાર ધામ, બાર જ્યોતિર્લીંગ, પવિત્ર નદીઓ, પર્વતો વગેરે અંગેની માહિતી વિદ્યાર્થીઓએ શ્લોક બોલીને તથા પ્રવૃતિ દ્વારા બધાને સમજાવી હતી. ત્યારબાદ મહાપુરુષોનું જીવનદર્શન થાય તે માટે નાના-નાના ભૂલકાઓ દ્વારા વેશભૂષા કરી નાટ્યસ્વરૂપે રજૂ કર્યું હતું. ત્યારબાદ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે માતૃભાષા પ્રદર્શની અલગ-અલગ પ્રવૃતિ, ચિત્ર દ્વારા સમજૂતી વિદ્યાર્થીઓ દ્વ્રારા આપવામાં આવી હતી. જેમાં વ્યાકરણ બાગ, સાહિત્યકારોનો પરિચય તથા વિવિધ ભાષાક્રીડાનું આયોજન થયું હતું. ત્યારબાદ આપણી સંસ્કૃતિની ઓળખ આપતા ૧૫૦ જેટલા સંસ્કૃતિક પ્રતિકોની પ્રદર્શનીનું આયોજન થયું હતું અને અત્યાર સુધી વિદ્યાલયમાં થયેલ જુદા-જુદા કાર્યક્રમના ફોટાની પ્રદર્શની ગોઠવામાં આવી હતી. આ પ્રદર્શની વિદ્યાલય પરિવાર તથા વિદ્યાર્થીને અલગ-અલગ સમય દરમ્યાન બોલાવીને બતાવવામાં આવી હતી. સાંજે ૦૪:૦૦ કલાકે શિક્ષક સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અતિથિ તરીકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી મનોજભાઇ ઓગળજા, મંત્રીશ્રી નિલેષભાઈ કુંડારિયા તથા શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રીશ્રી હિતેશભાઈ ગોપાણી હાજર હતા. જેમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાલયના નિયામકશ્રી સુનિલભાઈ પરમારે પોતાના વક્તવ્યમાં નવી શિક્ષણ નીતિ વિશેની માહિતી આપી હતી. ત્યારબાદ સાંજે ૦૬:૧૫ કલાકે બધા શિક્ષકો તથા મહેમાનો દ્વારા ભારતમાતાની આરતી કરવામાં આવી હતી. વધુમાં, દિનાંક ૨૧/૦૨/૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૦૮:૧૫ કલાકે વિદ્યાલયના વાલી કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થિનીઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. અતિથિ તરિકે RSS મોરબી જિલ્લા બૌદ્ધિક પ્રમુખશ્રી વિજયભાઈ રાવલે પોતાના વક્તવ્યમાં કાર્યકર્તા કોને કહેવાય? કાર્યકર્તા કેવો હોવો જોઈએ? વગેરે વિશેની માહિતી આપી. ત્યારબાદ સાંજે ૦૪:૦૦ કલાકે સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં અતિથિ તરીકે SSY યોગ શિબિર કાર્યકર્તા અંબારામભાઈ કવાડીયા તથા મોરબી સિરામિક ટાઈયલ્સ એસોશિએશનના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા ઉપસ્થિત હતા. શરૂઆતમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાલયના ટ્રસ્ટના પ્રમુખ ડૉ. બાબુભાઇ આઘારાએ વક્તવ્યમાં શિશુમંદિર વિદ્યાલય દ્વારા માત્ર શિક્ષણનું કામ એક જ નહીં પરંતુ અન્ય ઘણાં કામો કરવામાં આવે છે તેવી માહિતી આપી હતી. ત્યારબાદ સાંજે ૦૬:૧૫ કલાકે યજ્ઞમાં બીડું હોમવામાં આવ્યું અને ભારતમાતાની મહાઆરતી કરવામાં આવી હતી.