પાંચ દિવસની સારવાર બાદ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામ સિમમા આવેલ ઓરકેન સિરામીકમા કારખાનાના મશીનના બેલ્ટમાં દુપટો ફસાઈ જવાથી ગળાના ભાગે ગંભીર ઇજા થવાથી યુવતીનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુંટુ ગામની સિમમાં આવેલ ઓરકેન સિરામીક કારખાનાની મજુરની ઓરડી રહીને મજૂરી કામ કરતી સબાનાબેન રઇશખા સૈયદ (ઉ.વ-૧૯) નામની યુવતી ગત તા ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ ઓરકેન સીરામીકમા માટી ખાતામા પ્રેસ મશીનની સાફ સફાઇ કરતી હતી. તે વખતે મશીનના બેલ્ટમા અકસ્માતે પહેરેલ ડ્રેસનો દુપટો આવી જતા ગળાના ભાગે ઇજા થતા બેભાન થઇ જતા પ્રથમ મોરબીની સર્મપણ હોસ્પીટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તા. ૨૧/૦૨/૨૦૨૧ ના રોજ તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.