મોરબી : તા. 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. તેને માતૃભાષા આંદોલન દિવસ પણ કહી શકાય છે. ૧૯૫૨માં બાંગ્લા ભાષાને બચાવવા ચાર બાંગ્લાદેશી યુવાનો શહીદ થયા. તે દિવસ હતો 21 ફેબ્રુઆરી. ત્યારથી આ દિવસને યુ.એન દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો. ત્યારે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે શ્રી ભરતનગર પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓ માતૃભાષા પ્રત્યે ગૌરવ લે તે હેતુથી આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે માતૃભાષા ગૌરવ વિષય અંગે વકતૃત્વ, કાવ્ય લેખન, ભજન લેખન, શબ્દ રમત, બાળગીત લેખન તેમજ લોકગીત લેખન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ શુદ્ધ ગુ જરાતી ભાષા બોલવાનો સંકલ્પ લીધો હતો.