મોરબી : મોરબીના જાડેજા પરિવારે પોતાની લાડલી પુત્રીના જન્મદિવસના અવસરે વૃધ્ધાશ્રમના વડીલો અને અનાથાશ્રમનાં બાળકોને ભોજન કરાવી અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. મોરબી શહેરમાં સામાકાંઠે શ્રીમદ સોસાયટીમાં રહેતા જયવંતસિંહ એસ. જાડેજા (ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનીયર, પાણી-પુરવઠા વિભાગ) અને મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનાબા જે. જાડેજાના પૌત્રી તેમજ અભિજિતસિંહ જે. જાડેજા (વોડાફોન સ્ટોર, મોરબી) અને ગાયત્રીબા એ. જાડેજાના પુત્રી હિતાંશીબા જાડેજાએ તેમના જન્મદિવસે પાંચ વર્ષ પૂર્ણ કરી છઠા વર્ષમાં મંગલમય પ્રવેશ કર્યો હતો. ત્યારે હિતાંશીબાના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું. તેમજ અનાથાશ્રમના બાળકોને પણ ભોજન કરાવ્યું હતું અને તેઓની સાથે કેક કટિંગ કર્યું હતું. આ સાથે અમદાવાદના અવ્વલ ફાઉન્ડેશન ઘરડાઘર વડીલોને જાડેજા પરિવાર તરફથી ચા-નાસ્તો અને બંને સમયનું ભોજન કરાવવાના આવ્યું હતું. તેમજ પશુઓને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. આમ, હિતાંશીબાએ સેવાકાર્યો કરી તેના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.