લૂંટની ઘટનામાં પાકીટ પડી ગયું હોવાનો ઉલ્લેખ કરી ગંભીર બનાવ ઉપર પરદો પાડવાની નીતિ મોરબી : મોરબીના લાલપર ગામ નજીક બે દિવસ પહેલા યુવાનને આંતરીને બાઇકમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ માર મારી લૂંટ ચાલવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ લૂંટનો હોવા છતાં પોલીસે યુવાનને ત્રણ અજાણ્યા શખ્સોએ માર માર્યાનું અને ઘટનામાં પાકીટ પડી ગયાની ફરિયાદ નોંધતા આશ્ચર્ય સજાયું છે. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઘનજંયકુમાર સુરેન્દ્રકુમાર ચંદ્રવંશી (ઉવ. ૨૧ ધંધો કોન્ટ્રાકટર તથા મજુરી કામ રહે હાલે સોનેટ સીરામીકની મજુરી ઓરડી લાલપર ગામે કેનાલ કાંઠે તા.જી મોરબી મુળ રહે સરથવા થાણુ ઉદવંન્તનગર જીલ્લો આરા રાજય બિહાર) એ ત્રણ અજાણ્યા મોટર સાયકલ વાળા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તા.૨૦ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરશામા લાલપર ગામેથી પોતાના મોબાઇલનુ રીચાર્જ કરાવી ઓરસન ઝોન ક્વાર્ટર સામે રોડ ઉપર પોતાના મોબાઇલમાથી વાત કરતા હોઇ તે વખતે આરોપીઓ પોતાના હવાલાવાળુ મોટર સાયકલ લઇ આવી ફરીયાદીને કહેલ કે તુ અંહી કેમ ઉભો છે તેમ કહી ધોકા વતી ફરીયાદીને ડાબા પગમા તથા હાથમા તથા માથામા ઇજા કરતા ફરીયાદી પડી જતા પોતાનુ પાકીટ પડી જતા ફરીયાદીએ રાડો દેકારો કરતા આરોપીઓ પોતાના હવાલાવાળુ મોટર સાયકલ લઇ નાસી ગયેલ અને ફરીયાદીનુ પડી ગયેલ પાકીટ મળી આવેલ નહી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.