શાકોત્સવનો મોટી સંખ્યામાં હરિભક્તોએ શ્રદ્ધાભેર લાભ લીધો મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા શ્રીજી હોલ ખાતે ધ્યાની સ્વામી સ્વરૂપદાસ, સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ ગુરુકુળ, કણભાના ઉપક્રમે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવનો મોટી સંખ્યામાં હરિભક્તોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો. શાકોત્સવ પ્રસંગે સદગુરુ સાહિત્યચાર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસ સ્વામી, મેનેજિંગ ટ્રસ્ટી સ્વામિનારાયણ ગુરુકુળ, કણભા અને મુખ્ય કોઠારી રોકડીયા હનુમાનજી મંદિર આણંદ, સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકરણદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી નિર્ભયદાસ, સ્વામી દયાકરદાસ સહિતના સંતોએ ભગવાન સ્વામી નારાયણના જીવનના અનેક અલૌકિક પ્રસંગોને વર્ણવી જીવનમાં સત્સંગનું મહત્વ સમજાવી શાકોત્સવ પ્રસંગને દિવ્ય ગણાવ્યો હતો અને આ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં હરિભક્તો, વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ તેમજ શાકોત્સવમાં યોગદાન આપનાર કાર્યકર્તાઓને આર્શીવચન પઠવ્યા હતા. શાકોત્સવ પ્રસંગે આર.એસ.એસ. પશ્ચિમ ઝોનના સરસંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશીયા, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રામનારાયણ દવે, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, અગ્રણી વીનુંભાઈ રૂપાલા, યુવા ઉધોગપતિ અજય લોરીયા, મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત તમામ લોકોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ તકે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈને સુચારુ વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી.