લાંબા સમયથી મશીન બંધ રહેતા ગ્રાહકોને ધક્કા : મશીન બંધના પાટિયા મોરબી : મોરબી શહેરમાં આવેલ એસબીઆઇ બેંકના એટીએમ ધીમે ધીમે શોભના ગાંઠીયા સમાન બની રહયા છે. ખાસ કરીને સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલા એસબીઆઇનું એટીએમ લાંબા સમયથી બંધ હોવાની ફરિયાદ ઉઠી છે. ATMમાં અવારનવાર કનેક્ટિવિટી ન મળવાની સમસ્યા છે. તેમજ ATMમાં ક્યારેક રૂપિયા ન હોવાના કારણે ગ્રાહકો રૂપિયા ઉપડવા જાય તો ધરમ ધક્કા થઈ રહ્યા છે. આ બાબતે બેન્ક તરફથી યોગ્ય પ્રતિસાદ આપવામાં આવે અને એટીએમમાં રૂપિયા સમયસર જમા રાખવામાં આવે તેમજ કનેકટવીટી બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.