સોની સમાજના અગ્રણી દ્વારા રૂ. 31,111નું અનુદાન મોરબી : મોરબીના એસ.ટી. ડેપોના કર્મચારીઓ દ્વારા ઉત્સાહ તેમજ ભકિતભાવપૂર્વક સ્વેચ્છાએ રામ જન્મભુમિ મંદિર નિર્માણ કાર્ય માટે ફાળો એકત્રીત કરેલ હતો. રામ જન્મભુમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાન અંતર્ગત તે ફાળો રૂ. 51,111 રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાને અર્પણ કરવામાં આવેલ છે. જેમાં એસ.ટી. ડેપો કર્મચારી મંડળના પ્રમુખ ડી. એન. ઝાલા, મંત્રી, પ્રતિનિધિ રાજેશભાઈ બોપલીયા, રાજેશભાઈ ચાવડા, નરેન્દ્રસિંહ જાડેજા, ધવલભાઈ, વિક્રમભાઈ વીરડાએ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાના જિલ્લા સંયોજક રામનારાયણ દવે અને જિલ્લા નિધિ પ્રમુખ સુરેશભાઈ સોરીયાને ચેક આપવામાં આવ્યો હતો. વધુમાં, અયોધ્યા રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાન અંતર્ગત મોરબીના સોની જ્ઞાતીના અગ્રણી શશીકાંતભાઈ માંડલીયા દ્વારા રૂ. 31,111નું અનુદાન આપવામા આવ્યું છે. આ અનુદાન રામમંદિર નિધી સમિતી મોરબી જિલ્લાના સંયોજક રામનારાયણભાઈ દવે તથા વિશ્વ હિંદુ પરિષદના મોરબી શહેરના ઉપપ્રમુખ પકંજભાઈ બોપલીયાએ સ્વીકારેલ છે.