મોરબી : ગઇકાલે તા. 21ના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચના આઈ.ટી. સેલ તથા પીપળી ગ્રામ પંચાયત દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને પશુ-પક્ષીઓની સેવા કરવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં કૌશલભાઈ મહેતા, ધર્મિષ્ઠાબેન વ્યાસ, વંદનાબેન જોશી તથા પીપળી ગ્રામ પંચાયતના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજા, જશવંતભાઈ કાવર, પ્રવિણસિંહ ઝાલા, વિજયભાઈ પંડયા, મનોજભાઈ પરમાર તથા ગ્રુપના સભ્યો હાજર રહયા હતા.