અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે આયોજન ટંકારા : ટંકારામાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અનુસૂચિત જાતિ સમાજની વાડી ખાતે ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને મુસ્લિમ સમાજનાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. જેમાં યુવાનોને બંધારણમાં દર્શાવેલ કાયદા, કલમો, ફરજો, હક્કો સહિતના વિષયનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પે બેક ટુ ધી સોસાયટી ગુજરાત રાજ્યના કન્વીનર મનસુખભાઈ ચાવડા અઘ્યક્ષયસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આમંત્રિત મહેમાનો ભરતભાઈ સોલંકી, મોમજીભાઈ ચૌહાણ, રજનીભાઈ પરિયા, આનંદભાઈ ચાવડા, હિતેષ ગેડીયા, પ્રવિણભાઇ ચૌહાણ, હમીરભાઇ માલધારી વગેરે કાર્યકરોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ કર્યું હતું.