ટંકારા તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો ઉપર ભાજપનુ બુલડોઝર ફરી વળશે ટંકારા : મોરબી જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતા ટંકાર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના કકડાટથી કંટાળેલા મતદારો મક્કમ મને ભાજપ સાથે અડીખમ હોવાનું જણાવી ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટંકારા પંથક કોંગ્રેસનો ગઢ બની ગયું હતું પરંતુ આંતરિક લડાઈમાં કોંગ્રેસ ખતમ થઈ જતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ટંકારા તાલુકાનું ચિત્ર સંપૂર્ણપણે બદલી ગયું છે.ટંકારા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી ચૂંટણી પહેલા જ ભાજપની રણનીતિ સામે કોંગ્રેસે શરણાગતિ સ્વીકારી લેતા સાવડી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોમ પાછુ ખેંચી લેતા ભાજપ બિનહરીફ વિજેતા બન્યું હોવાનું જણાવી ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાએ ટંકારા ભાજપ ટિમ ને શ્રેય આપતા આ ચૂંટણીમાં ટંકારાની તમામ બેઠકો ઉપર ભાજપ ભવ્ય લીડ સાથે વિજેતા બનશે તેવું વિશ્વાસ પૂર્વક જણાવ્યું છે. ટંકારા તાલુકામાં તાલુકા પંચાયતની તમામ ૧૬ બેઠકો ઉપર હાલ પરિવર્તનનો પવન ફૂંકાયો હોય તેવી સ્થિતિમાં ભાજપના ઉમેદવારોનું ગામે-ગામ ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે એ જ રીતે જિલ્લા પંચાયતની ત્રણે-ત્રણ બેઠક ઉપર પણ ભાજપે મજબૂત અને અનુભવી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતરતા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના મોતિયા મરી ગયા છે. વધુમાં ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાએ જણાવ્યું છે કે ટંકારા ભારતીય જનતા પાર્ટી ટિમ હરહંમેશ પ્રજા ના પ્રશ્ને અગ્રેસર રહી એકસંપ થકી કોગેસ ને ભરી પિવા રાત દિવસ કામે વળગી છે અને ટંકારા તાલુકામાં પુનરાવર્તન નહિ પરંતુ પરિવર્તન માટે લોકોએ મન બનાવી લીધુ છે અને આગામી ૨૮ તારીખે લોકો ઉત્સાહભેર ભાજપ તરફી મતદાન કરી તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર જંગી લીડ સાથે ભાજપને વિજયી બનાવશે તેવું અંતમાં ઉમેર્યું હતું.