ભાજપના ઉમેદવાર જયંતીભાઈ પડસુંબીયાને ગામે-ગામ મળી રહેલો આવકાર મોરબી : મોરબી જિલ્લા પંચાયતની નવરચિત શકત સનાળા બેઠક ઉપર ભાજપનો જયજયકાર થઈ રહ્યો છે, ગઈકાલે નાની વાવડી ગામમાં 20 શક્ત સનાળા જિલ્લા પંચાયતના ઉમેદવાર જયંતીભાઈ પડસુંબિયાના મધ્યસ્થ કાર્યાલયનું ધમાકેદાર ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ તકે જંગી જનમેદની ઉમટી હતી. આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રચાર- પ્રસારનો માહોલ રંગ જમાવી રહ્યો છે ત્યારે શકત સનાળા બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર જયંતીભાઈ પડસુંબિયાને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.ગઈકાલે નાની વાવડી ખાતે જયંતીભાઈના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભાઈ રૂપાલા અને મોરબી તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઇ ગલચર સહિતના અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રસંગે શક્ત શનાળા જિલ્લા પંચાયત સીટમાં આવતા દરેક ગામના કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજર રહીને ભાજપ તરફ પોતાનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. જયંતિભાઈએ ગામે ગામના પ્રવાસ દરમિયાન ભાજપને મળતા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કરતા તથા વિજયનો વિશ્વાસ પ્રગટ કરતા કહ્યું હતું કે મોરબી જિલ્લા પંચાયતની બધી બેઠક તેમજ આ વિસ્તારની ખાખરાળા, શનાળા અને નાની વાવડીની ત્રણેય બેઠકો સૌથી વધુ લીડથી જીતી રહ્યા છીએ. આ તકે, દુર્લભજીભાઈએ આ વિસ્તારના વિકાસ તેમજ જન-જનની પ્રગતિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની બધી યોજનાનો લાભ પહોચાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર જયંતીભાઈએ ઉપસ્થિત કાર્યકરો અને મતદારોને જંગી બહુમતીની સાથે ભાજપને જિલ્લા - તાલુકા પંચાયતમાં વિજયી બનવવા અપીલ કરી હતી.