સવારે બાવન ગજ ધ્વજા ચઢાવાઈ, સાંજે મહાઆરતી થશે (કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માટેલધામ ખાતે આજરોજ મહા સુદ આઠમનાં ખોડિયાર જયંતિ આવસરે ભક્તિ ભાવ પૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે, આઈ શ્રી ખોડિયાર જયંતિની ઉજવણી નિમિત્તે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ચાલુ રહ્યો છે, સવારે મહંત હસ્તે પૂજન અર્ચન આરતી કરવામાં આવ્યાં હતાં, મંદિર પર બાવન ગજની ધજા ચઢાવવામાં આવી હતી, આઈશ્રી ખોડિયાર માતાજીની જયંતિ પ્રસંગે આજે ભાવિકો દ્વારા પણ અનેક વિધ ધજાઓ, છત્તર ચઢાવવામાં આવ્યાં હતાં, નિજ મંદિર ને આજરોજ પુષ્પોનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો, સાંજે મહાઆરતી યોજાશે ત્યારે સવારથી જ ઉમટી રહેલ ભાવિકો એ દર્શન, પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.