મોરબી જિલ્લામાંથી બે બળવાખોરોને ભાજપે પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

- text


મોરબી: મોરબીમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા મહેન્દ્રનગર બેઠક ઉપર પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારનાર ભાજપના જુનાજોગી એવા દંપતીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા ચકચાર જાગી છે.

- text

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના ભાજપ અગ્રણી અશ્વિનભાઈ બોપાલિયા તથા શારદાબેન બોપાલિયાને ટીકીટ ન મળતા તેઓએ મહેન્દ્રનગર જિલ્લા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. મૂળ ભાજપના કાર્યકરોએ આ રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાએ બન્નેને પક્ષના પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદ પરથી સસ્પેન્ડ કરતા ચૂંટણી ટાઈમે ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text